GUJARATMORBI

MORBI:મોરબી જેલમાંથી પેરોલમાં બહાર આવ્યા બાદ ફરાર થયેલ ખુન કેસના કાચા કામના આરોપી ઝડપાયો 

મોરબી એલસીબી/પેરોલફરલો સ્ક્વોડ દ્વારા મોરબી સબજેલમાં રહેલ ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીન ઉપરથી જેલમાં હાજર ન થઇ નાસતા ફરતા આરોપીને પકડી હસ્તગત કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા માટે ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે. જે ઝુંબેશ અંતર્ગત એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફ જે કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલ કે, માળીયા મિંયાણા પો.સ્ટે.ના આઇ.પી.સી.કલમ- ૩૦૨,૫૦૪,૧૧૪ મુજબના ગુન્હાના કામે મોરબી સબજેલ ખાતે હોય ત્યારે ૦૭ દિવસના ટેમ્પરરી જામીન મેળવી જેલ મુકત થયેલ હોય જે કાચા કામનો કેદી રજા પૂર્ણ થતાં પરત મોરબી જેલમાં હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ કેદી સુનિલભાઇ લાભુભાઇ કોરડીયા હાલ હળવદ તાલુકાના માનગઢ ગામની સીમમાં હોવાની હકીકત મળેલ હતી.ઉપરોક્ત મળેલ હકિકત આધારે તપાસ કરતા કાચા કામનો કેદી સુનિલ લાભુભાઇ કોરડીયા ઉવ.૩૦ રહે.મુળ વેણાસર તા.માળિયા(મી.)જી.મોરબી હાલ રહે.મધુપુર તા.જી.મોરબી મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સબજેલ હવાલે કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button