
તાલુકા કાનુની સેવા સમિતિ ,નોબલ હેન્ડ ફાઉન્ડેશન,ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સયુંકત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાજ મુકામે વિશ્વ એઇડ્સ રસી દિવસ વિશે લોકોને માહિતગાર કર્યા તેમજ આ દિવસ ને એચઆઇવી રસી જાગૃતિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે 18 મેના રોજ મનાવવામાં આવે છે.AIDS એ એચ.આય.વી સંક્રમણનો છેલ્લો તબક્કો છે જે દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં ગંભીર રીતે ચેડા કરે છે.તેમજ અદાલતની પ્રાથમિક સમજ આપવામાં આવી હતી લોક અદાલત વિશે સમજવામાં આવ્યું.તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી યુવરાજ વાઢેર તેમજ આરોગ્ય અધિકારી ગોહિલ રઘુસિંહ તેમજ અશાબેનો તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]





