GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ની અધ્યક્ષતામાં દિવ્યાંગ વ્યક્તિઓનું શારીરિક મુલ્યાંકન કેમ્પનું આયોજન

તારીખ ૦૮/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરાના માર્ગદર્શન હેઠળ કાલોલ તાલુકા ના દિવ્યાંગ લાભાર્થીઓને રાહત મળે તે માટે તાલુકા આરોગ્ય કચેરી કાલોલ દ્વારા રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. મીનેશ દોશીની અધ્યક્ષતામાં દિવ્યાંગ વ્યક્તિઓનું શારીરિક મુલ્યાંકન કેમ્પનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ પટેલ, સમાજ સુરક્ષા અધિકારી જીગ્નેશ લખારા અને એલ્મીકો યુનીટ ઉજજૈન અને નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશભાઈ જોશીના સહયોગથી કરવામાં આવેલી જેમાં દિવ્યાંગજનોનુ વિકલાંગતામાં રાહત થાય તે ધ્યાન રાખી ૪૭૯ જેટલા દિવ્યાંગ જનોની શારીરિક મૂલ્યાંકન કરવામાં આવેલ અને આ કેમ્પમાં અસ્થી સંબંધી,અંધ, બહેરા,મુગા જેવા વિકલાંગ વ્યક્તિઓને જિલ્લા સમાજ સુરક્ષા ઓફિસ ગોધરા દ્વારા આગામી સમયમાં ટ્રાઈસીકલ, વ્હીલ ચેર,મોટરાઈઝડ ટ્રાઈસીકલ, બગલ ઘોડી, સ્માર્ટ કેન અને બ્રેઈલકીટ જેવા અંદાજિત ૫૭૭ સાધનો દિવ્યાંગજ નોને સહાયરૂપ બને તે માટે પાત્રતા નક્કી કરી આગામી સમયમાં લાભ આપવામાં આવશે તેમ કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડો.મીનેશ દોશી દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button