MORBI:મોરબી જિલ્લા પંચાયત હસ્તક નાં પીલુડી ગામ ના ચાલતાં રોડ ની મુલાકાત લેતા અજયભાઈ લોરીયા!

MORBI:મોરબી જિલ્લા પંચાયત હસ્તક નાં પીલુડી ગામ ના ચાલતાં રોડ ની મુલાકાત લેતા અજયભાઈ લોરીયા!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં રોડ રસ્તા નાં કામ ગુણવત્તા વગર નાં બનતાં હોય થોડા સમયમાં જ રોડ તુટવા લાગે છે તેવી લોકોની કાયમ ફરીયાદ હોય છે પણ પ્રજાના મતથી ચૂંટતા હતા સરપંચ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યો સહિતના લોક પ્રતિનિધિઓ પોતપોતાના વિસ્તારમાં થઈ રહેલા વિકાસ કામો માં અંગત ધ્યાન દઈ ગુણવત્તા યુક્ત વિકાસના કામો કરાવે તો તેવા કામો લાંબો સમય ટકે છે પરંતુ અમુક પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને પોતાનું ઘર ભરી રહ્યા હોય તેવી પણ ફરિયાદો લોકોમાં થાય છે ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય અને ચેરમેન અજયભાઈ લોરીયાએ આજે તેમના વિસ્તારમાં ચાલી રહેલા રોડના કામની મુલાકાત લીધી હતી ત્યાં નેશનલ હાઇવે થી પીલુડી નાં નવાં રોડ બનાવવાનું શરૂ કર્યું છે ત્યાં નવા રસ્તાનું કામ ચાલુ થયેલ એ દરમિયાન બાંધકામ વિભાગ નાં કાર્ય પાલક ઇજનેર ઘેટીયા, એસ ઓ. રવિભાઈ સરડવા તેમજ કોંટ્રાક્ટર ને સાથે રાખીને રોડ ની મૂલાકાત લીધેલી અને કામ ગુણવતાપૂર્વક કરવા સૂચના આપી હતી. ત્યારે જોઈએ આ અધિકારીઓ કેટલી ગંભીરતાથી આ આ ગુણવત્તા અંગે ની વાત ધ્યાનમાં રાખે છે!