KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની જોડિયા કુવા શાળામાં કેનેડા નિવાસી NRI દ્વારા બાળકો ને સંપૂર્ણ યુનિફોર્મ આપવામાં આવ્યા.

તારીખ ૧૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની જોડિયા કુવા પ્રાથમિક શાળામાં કેનેડા નિવાસી આદરણીય સુમતભાઈ જૈન સાહેબ દ્વારા શાળાના તમામ બાળકોને બુટ અને મોજા આપવામાં આવ્યા હતા. આ પહેલા તમામ બાળકોને યુનિફોર્મ પણ સુમતભાઈ જૈન દ્વારા યુનિફોર્મ પણ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળા ના આચાર્ય અને કાલોલ તાલુકા ના રાષ્ટ્રીયશૈક્ષીક મહાસંઘ ના મહામંત્રી રમેશકુમાર પટેલ ,પે સેન્ટર ના આચાર્ય તથા કાનોડ સીઆર.સી કો.ઓ ચંદ્રકાન્ત સુથાર હાજર રહી ને એમના વરદ હસ્તે બાળકોને બુટ અને મોજા એનાયત કર્યા હતા.શાળા નો તમામ સ્ટાફ અને ગામ લોકો પણ હાજર રહયા હતા.બાળકો ને સંપૂર્ણ યુનિફોર્મ મળતાં બાળકો માં ખૂબ આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી.ત્યારબાદ શાળાના આચાર્યશ્રી એ કેનેડા સ્થિત દાતા ને ટેલીફોનિક આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]









