
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવાથી ગલકુંડ થઈ સાપુતારા તરફ જતા નેશનલ હાઈવે પર સોનગીર ફાટકથી બોરખલ ઉમરપાડા વચ્ચે માર્ગનું સમારકામ હાથ ધરાયુ છે.આ સમારકામમાં ડામર છાટી તેના પર પાવડર નાખી દેતા અહી પડેલા કમોસમી વરસાદમાં પાવડર અને ડામર ધોવાઈ જતા આ રસ્તાના સમારકામમાં ભારે ગોબાચારીની બુ આવવા પામી છે.આ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પાથરેલો પાવડર ધોવાઈને ભેગો થઈ જતા અકસ્માતોની વણઝાર લાગી જવા પામી છે.રાજ્યનાં સોનગઢથી સાપુતારાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગની સ્થિતિ છેલ્લા બે વર્ષથી ખૂબ જ દયનીય હાલતમાં છે.છેલ્લા બે વર્ષથી આ રસ્તા પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ નવસારીનાં બેદરકારીનાં પગલે સમારકામ કે ઘાટ વિસ્તારમાં ધોવાણ થયેલા ખાડાઓ નહી પુરાતા ડાંગ જિલ્લાનાં આહવા-સાપુતારા ઘાટમાર્ગનો રસ્તો ધોવાઈ જતા ગત ચોમાસા દરમિયાન વાહનો માટે બંધ કરવાની નોબત ઊભી થઈ હતી.આ માર્ગની સાઈડ તેમજ રસ્તો ધોવાઈ ગયા બાબતે અનેકવાર અખબારી અહેવાલ પ્રસિદ્ધ થવા છતા આ માર્ગની જવાબદારી જેના હસ્તક છે તે નવસારી નેશનલ હાઈવેનાં એન્જિનિયર ધર્માબેન ભટ્ટ દ્વારા અખબારી અહેવાલોને ગંભીરતાથી લીધા નથી.અને કુંભકર્ણની નિદ્રામાં આવી સુઈ ગયાનું પ્રતીત કરાવ્યુ છે.આ અધિકારી નવસારી ખાતે પડ્યા પાથર્યા રહી માર્ગની વિઝીટ પણ લેતા નથી.અને આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને આ મહિલા અધિકારી દ્વારા ઘણી દોરી વગરનો છોડી દેતા રાજય સરકારને કરોડોનું નુકસાન થવા પામ્યુ છે.વધુમાં ગતવર્ષે ડાંગના પ્રવાસન વિસ્તારમાં માર્ગોમાં ભારે નુકસાનનાં પગલે આ માર્ગ વાહનો માટે બંધ કરાયા હતો.આ બેજવાબદાર અધિકારીનાં પગલે હાલમાં સાપુતારા ઘાટ માર્ગનું કામ પણ મંથરગતિએ ચાલતા પ્રવાસન સાથે જોડાયેલા વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.અને આ માર્ગનું કામ યુદ્ધના ધોરણે નહીં થશે તો વ્યાપારીઓ દ્વારા આંદોલન કરાશેની ચીમકી પણ ઉચ્ચારી હતી.હવે ચોમાસાની ઋતુ શરૂ થવાને એક જ મહિનો બાકી છે.તેમ છતાં પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનાં એન્જિનિયર ગંભીર હોય તેવુ દેખાતુ નથી.હજુ પણ ગત ચોમાસામાં થયેલું ધોવાણ એવુને એવુ જ પડયુ છે.ત્યારે આ ચોમાસે ફરી વરસાદની સાથે ભુસલખલન થવાની સાથે ડાંગ જિલ્લાનો આ માર્ગ ફરીથી બંધ કરવાની ફરજ પડશે.અને સ્થાનિક લોકો સહિત તંત્રએ પણ પ્રવાસનમાં નુકસાની વેઠવાનો વારો આવશે.
સોનગઢથી સાપુતારા વચ્ચેના રસ્તાનું રીકાર્પેટીંગ તેમજ સમારકામમાં જે તે એજન્સીએ ભારે ભ્રષ્ટાચાર આચરવા છતા બિલ પણ ચૂકવી દીધા છે.આહવાથી સોનગીર વચ્ચેનાં રસ્તા વખતે પણ ભારે ગોબાચારી થઈ હતી.જે બાબતે પણ અખબારી અહેવાલો પ્રસિદ્ધ થવા છતા તેને ગંભીરતાથી લીધા નથી.એજ પ્રમાણે આહવા શામગહાન વચ્ચેના સોનગીર ફાટકથી બોરખલ ઉમરપાડા વચ્ચે એજન્સી દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યુ છે.એજન્સી દ્વારા સમારકામના નામે માત્ર રસ્તા પર કેમિકલ છાંટી તેના પર સિમેન્ટના પાવડરનો છંટકાવ કરી દેવાયો છે.જેના પર ડાંગ જિલ્લામાં આજરોજ પડેલા કમોસમી વરસાદમાં કેમિકલ અને પાવડર ધોવાઈ જતા આ રસ્તો વાહનચાલકો માટે ઘાતક બની ગયો છે.દિવસ દરમિયાન ત્રણથી વધુ અકસ્માતો આ રસ્તા પર બની ગયા છે.આ એન્જિનિયરની બેદરકારીનાં લીધે ડાંગના લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.જે બાબતની ડાંગ કલેકટર ગંભીરતા લઈ આ વિભાગ સામે સત્વરે પગલા ભરે તે લોકહિતમાં છે…
———–
બોક્સ 1. આહવાથી સાપુતારાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સોનગીર ફાટકથી બોરખલ ઉમરપાડા વચ્ચેનાં નેશનલ હાઇવેનાં સમારકામમાં ભારે ગોબાચારી….
———
બોક્સ 2. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની ખાયકી નીતિમાં માર્ગનાં સમારકામમાં નાખેલો પાવડર કમોસમી વરસાદમાં ધોવાઈ જઈ લપસણીયો બનતા અકસ્માતોની વણઝાર લાગી…