


વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
ફાગણ એટલે ભગવાન વિષ્ણુ નો મહિમા સાથે જોડાયેલા શ્રી પ્રહલાદ ના બાળપણની ભક્તિ ભર્યા વાતાવરણ ની વાતો બનાસકાંઠામાં લાખણી તાલુકાના વાસણા (વાતમ)ની શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા માં આચાર્ય શ્રી ફિરોઝખાને, શ્રી.રમેશભાઈ તથા શાળા ના સ્ટાફ પરીવાર સાથે દર વખત ની જેમ આ વર્ષે પણ હોલી ના ધાર્મિક તહેવાર શાળા ના બાળકોએ પર્યાવરણ ની જારવણી માટે લોકો લાકડાં ની જગ્યાએ ગાય ના છાણાં, કપૂર,સુઘડ વગેરે નો દહન નો મહિમા વધે તેવા લોકો જાગૃતિ ના અનેક કાર્યક્રમો નિબંધ,ચિત્ર સ્પર્ધા ની સાથે ફાગણીયો ગીતો, હોલી નૃત્યો, તથા વિહોલ વિજયસિંહ ચંદનસિંહ ની સાથે શાળાના બાળકો એ હાથો માં રંગો લઈ ને નાના ભુલકાઓ પીચકારીથી ભરેલ પાણી એકબીજા પર છંટકાવ ભર્યા યૃદધ અને આનંદ ની મૌસમમાં જાણે કુદરત પણ સાથ આપતો હોય તેમ આકાશમાં થી અમી છાંટણા વરસી આ ઉજવણી નો રંગો થી ભરપુર બાળકો ખજૂર,ધાણી પ્રસાદી લઈ ને નાચતા કૂદતાં નજરે જોવા મળ્યા.


