
વિજાપુર શહેરમાં બે કલાક માં 24 એમ એમ વરસાદ નોંધાયો
size-medium wp-image-250487″ />
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં બપોરના સમયના ઉકળાટ બાદ એકાએક સતત બે કલાક વરસાદ વરસતા સરકારી દફતરે 24 એમ એમ વરસાદ નોંધાયો હતો શહેરના ખત્રીકુવા તેમજ ચક્કર વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાની મૂકાયા હતા તો તાલુકા કચેરી ના પટાંગણ માં પાણી ભરાયું હતું ટીબી વિસ્તારમાં સેકન્ડરી સ્કૂલ તેમજ મહાલક્ષ્મી સોસાયટી માં વરસાદ ને કારણે પાણી ભરાતા સોસાયટી ના રહીશો ને હાલાકી ઉભી થવા પામી હતી વરસાદ બાદ પણ ઉકળાટ ઓછો થયો નોહતો જોકે હજુ પણ વાતાવરણ માં રહેલા ઉકળાટ થી વરસાદ થાય તેવો વાતાવરણ જોવા મળ્યો છે બપોરના વરસાદ ના કારણે લારી ગલ્લા વાળા વેપારીઓના ધંધા ઉપર અસર પોહચી હતી વરસાદ ની શરૂઆત સારી હોવાથી ખેડૂતો માં ખુશી જણાઈ હતી અને આ વખતે ખેતી પાક માટે વરસાદ સારો થશે એવી આશા ખેડૂતો બાંધી હતી





