વેજલપુર જવાહર નવોદય વિદ્યાલયના પાવર જનરેટર રૂમના તાળા તોડી રૂ ૪૧,૫૦૦/ના સામાનની ચોરી.

તારીખ ૨૩/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ મથકે જવાહર નવોદય વિદ્યાલય ના આચાર્ય ડોક્ટર પ્રિયરંજન સ્વયંવરપ્રસાદ સિંઘ દ્વારા નોંધાયેલી ફરિયાદ ની વિગતો જોતા શાળાની ચોફેર પાકી દિવાલ બનાવેલ છે અને શાળાના કેમ્પસમાં ૬૪ જેટલા સીસીટીવી કેમેરા લગાડેલા છે. શાળાના શિક્ષકો અને બાળકો અને તમામ સ્ટાફ શાળા કેમ્પસમાં આવેલાં મકાનો મા જ રહે છે. શાળા કેમ્પસની સિક્યુરિટી માટે કુલ મળીને ૬ જેટલા સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે જેમની ફરજ નો સમય અલગ અલગ હોય છે. શાળાના મેન ગેટની જમણી બાજુએ કમ્પાઉન્ડને અડીને પાવર જનરેટર રૂમ આવેલો છે અને આ પાવર જનરેટર રૂમમાંથી સમગ્ર કેમ્પસમાં પાવર સપ્લાય થાય છે તેની બાજુમાં એક રૂમમાં ઈલેક્ટ્રીક અને પ્લમ્બર નો સામાન રાખવામાં આવે છે.ગત તા ૨૯/૧૨/૨૩ ના રોજ સાંજના સમયે ઇલેક્ટ્રિક રૂમ બંધ કરેલો ત્યારબાદ બીજા દિવસે સવારે આઠ વાગે રૂમના સટરના તાળા તોડેલા જોવા મળેલા જેથી ત્યાં તપાસ કરતા જનરેટર રૂમનું તાળુ પણ તોડેલું જોવા મળેલ જેમાંથી બાર વોટ ની બેટરી નંગ ૨, ડ્રેનેજ પંપ ૨ નંગ,એચપી લુબી કંપની નો એલ્યુમિનિયમ કેબલ તેમજ ઈલેક્ટ્રીક ગ્રાઇન્ડર મશીન બે નંગ ઇલેક્ટ્રીક ડ્રીલ મશીન એક સબમર્સીબલ પંપ ૭ એચ પી નો ૧ નંગ ,બ્રેકેટ મશીન ૧, કાર્ડ લેસ ગ્રાઇન્ડીંગ મશીન હાઇડ્રોલિક તેમજ ૨૦ લીટર ડીઝલ ભરેલ એક કેન એમ કુલ મળીને રૂ ૪૧,૫૦૦/ના સામાનની ચોરી અજાણ્યા ચોર ઈસમો દ્વારા તાળું તોડીને કરવામાં આવી જે બાબતે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એસ એલ કામોળ દ્વારા શરૂ કરવામાં આવી છે.










