MORBI:મોરબીના દલવાડી સર્કલ પાસે ઉમા રેસીડેન્સ ૨ રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થયો.ત્રણ ઇજાગ્રસ્ત

મોરબીના દલવાડી સર્કલ પાસે ઉમા રેસીડેન્સ ૨ રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થયો.ત્રણ ઇજાગ્રસ્ત

મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સીમાં આજે સવારે એક મકાનમાં ભેદી વિસ્ફોટથી ભારે નુકશાન થયું છે. આ ઘટનામાં ત્રણ સભ્યોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, બીજી તરફ આ ભેદી વિસ્ફોટને કારણે આજુબાજુના ત્રણથી ચાર મકાનમાં છત સહિતના ભાગોમાં વ્યાપક નુકશાન થયું હતું. જો કે, બ્લાસ્ટ કેમ થયો તે અંગેની કોઈ વિગતો બહાર આવી નથી.

દલવાડી સર્કલ પાસે આવેલ ઉમા રેસીડેન્સી ૨ ના એક રહેણાંક મકાનમાં બ્લાસ્ટની ઘટના બની હતી જે બ્લાસ્ટને પગલે ઘરમાં હાજર ક્રિષા કાનજી ગરચર (ઉ.વ.૦૩) કાનજીભાઈ મગનભાઈ ગરચર (ઉ.વ.૨૮) અને વૈશાલીબેન દેવાયતભાઈ ગરચર (ઉ.વ.૨૪) એમ ત્રણ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તે હાલ સ્પષ્ટ થયું નથી બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે અને બનાવની વધુ તપાસ ચલાવી છે









