
તા.૨/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા નાગરિકોમાં મતદાન અંગે વધુમાં વધુ જાગૃતિ લાવવા અને મતદાન વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે ૭૪–જેતપુર વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીના દિશાનિર્દેશ અનુસાર વિસ્તારની વિવિધ શાળાઓ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં.

ઊમરાળી કુમાર અને કન્યા શાળાઓ, હરીપર પ્રાથમિક શાળા, ખીરસરા કન્યા શાળા વગેરે શાળાઓમાં આયોજિત આ કાર્યક્રમોમાં લોકશાહીને ધબકતી રાખવા મતદાનની આવશ્યકતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી. લોકશાહીમાં ભાગ લઈને તેને મજબુત બનાવવા માટે ૧૮ વર્ષની વયે મતદાર યાદીમાં નામ નોંધાવવા તેમજ દરેક વખતે અચૂક મતદાન કરવા વિદ્યાર્થીઓને જાગ્રત કરવામાં આવ્યા હતા. વધુમાં વિદ્યાર્થીઓ ૭ મે ના રોજ મતદાન કરવા માટે પોતાના પરિવારજનોને પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી.









