MORBI:પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ન્યુ ઓમશાંતિ વિધાલય તથા માસુમ વિધાલયનો સ્પોર્ટ્સ ડે તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ન્યુ ઓમશાંતિ વિધાલય તથા માસુમ વિધાલયનો સ્પોર્ટ્સ ડે તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે મોરબી ઓસેમ ગૃપ દ્વારા સંચાલિત ન્યુ ઓમશાંતિ વિધાલય તથા માસુમ વિધાલયનો સંયુક્ત સ્પોર્ટ્સ ડે તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં કે. જી. થી ધોરણ 12 સુધીના વિધાર્થીઓ માટે પ્રાચિન રમતોનો રમતોત્સવ તથા રાષ્ટ્રભાવના જાગૃત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સુમંત સરે ધ્વજવંદન કર્યુ હતું સાથે ટ્સ્ટીશ્રીઓ સિધ્ધાર્થ સર સુર્યરાજ સર, નિવૃત સુબેદાર સહદેવસિંહ ઝાલા, ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા, સમસ્ત બ્રહ્મસમાજના તથા ભારતીય વિચાર મંચના રવીન્દ્રભાઈ ત્રિવેદી, OMVVIM કોલેજના પ્રિન્સીપાલ ધર્મેન્દ્રસર, GSEB પ્રિન્સિપાલ સનામેમ, CBSE પ્રિન્સિપાલ દિપામેમ, સનાળા સરપંચ પ્રફુલભાઈ, ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ અંકિતસર તથા હેડ હિનામેમ તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન નિશાબેને કર્યુ હતું.









