GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા વિજયાદશમી નિમિતે ભવ્ય રેલી કાઢી સામુહિક શસ્ત્રપુજન કરાયુ

તારીખ ૨૪/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી સંગઠન દ્વારા દશેરા પર્વ નિમિત્તે કાલોલ ના શીશુ મંદીર શાળા ખાતે સામુહિક શસ્ત્રપુજનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કાલોલ તાલુકાના ક્ષત્રિય સંગઠનના અગ્રણીઓ અને સમિતિના સભ્યોના આયોજન મુજબ સવારે દશ કલાકે કાલોલ શહેરના શિશુ મંદિર સંકુલથી મોટરસાયકલો અને પગપાળા તિરંગા અને ભગવા રંગની પતાકાઓ સાથે રેલી યોજીને શીશુ મંદીર શાળા થી મધવાસ મંદિર સુધીની ભવ્ય રેલી યોજાઇ હતી. આ રેલીમાં કાલોલ તાલુકાના અનેક ગામોના ક્ષત્રિયો જોડાયા હતા. મોટરસાયકલ રેલી તથા પગપાળા રેલી મા કાલોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામેગામથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્રિત થયા હતા જેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ક્ષત્રિય યુવકોએ હાથમાં વિવિધ શસ્ત્રોની શીશુ મંદીર શાળા ખાતે એકત્રિત થઈને સામુહિક શસ્ત્રપુજન કાર્યક્રમ પુ ઇન્દ્રભારથી મહારાજ ની હાજરીમાં યોજાયો હતો. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ અને સમાજના યુવાનો ઉપસ્થિત રહેલા રેલી દરમ્યાન પોલીસ દ્વારા હાઈવે ઉપર નો એક તરફ નો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. રેલી દરમ્યાન રેલીમાં પાછળ રહી ગયેલા કેટલાક યુવકોએ કાલોલ ના ભાથીજી મહારાજના મંદીરે દર્શન કરવા માટે નવા બજાર ના રસ્તા ઉપર થી અંદર જવા નો પ્રયાસ કરતા પોલીસે મંદીર નો રૂટ ન હોવાથી અંદર જતા અટકાવેલ અને પરિણામે હાઇવે ઉપર થોડો સમય માટે ચક્કાજામ થઈ જવા પામ્યો હતો અને પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button