TANKARA:ટંકારા પાસે થી બે દિવસ માં એક કરોડ થી વધુ રકમ ની ખનિજ દ્રવ્ય ભરેલા ચાર ડમ્પરો પકડી પાડતું ખનિજ ખાતું!
TANKARA:ટંકારા પાસે થી બે દિવસ માં એક કરોડ થી વધુ રકમ ની ખનિજ દ્રવ્ય ભરેલા ચાર ડમ્પરો પકડી પાડતું ખનિજ ખાતું!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે કોઈપણ ડમ્પરને રોકો તો તેની પાસે ખનીજ દ્રવ્યોનું પરિવહન કરવા માટેનું કોઈ રોયલ્ટી પાસ કે આધાર પુરાવા નહીં હોય ત્યારે મોરબી જિલ્લા ખાણ ખનીજ તંત્ર આવી ખનીજ ચોરી પકડવા ઘનિષ્ઠ પ્રયાસો કરે છે પરંતુ આ ખનીજ ચોરી પકડતો નીકળેલા અધિકારીઓની પણ આ ખનીજ માફિયાના રોકેલા લોકો જાસુસી કરીને પળે પળ ની માહિતી ખનીજ ચોરી કરનારાન આપી દેતા હોય છે. તેમ છતાં બે દિવસમાં મોરબી જિલ્લા ખાણ ખનીજ શાખા એ ટંકારા પાસેથી ચાર ડમ્પર ખનીજ ચોરી ભરેલા પકડી પાડીને ટંકારા પોલીસને હવાલે કર્યા છે આશરે એક કરોડ વીસ લાખ નો મુદ્દામાલ પકડાયો છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ આજે ભુસ્તરશાત્રીશ્રી મોરબી જે. એસ વાઢેર સાહેબની સૂચનાથી ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ નાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી સહિત ની ટીમ બે દિવસ થી ટંકારા તાલુકા માં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન ટંકારા ખાતેથી ડમ્પર નંબર GJ-36-V-3505 અને GJ-36-T-9218ને બ્લેકટ્રેપ ખનીજનાં અને GJ-03-BY-5015 ને સાદી રેતી ખનીજનાં ગેરકાયદેસર રીતે વહન કરવા બદલ પકડીને સીઝ કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મુકેલ છે. જ્યારે તે પહેલાં એક ડમ્પર પકડ્યું હતું અને ટંકારા પોલીસ સ્ટેશનમાં મુકી દેવામાં આવ્યું છે. એક કરોડ વીસ લાખ નો મુદ્દામાલ સીઝ કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. અહી એ વાત જણાવી દઈએ કે ખનીજ પરીવહન સાથે જોડાયેલા દરેક વાહનો નેં જીપીએસ સિસ્ટમ લગાવવું ફરજિયાત છે. તો આ ચારેય ડમ્પરો માં જીપીએસ સિસ્ટમ લગાવી છે કે કેમ? તે પણ તપાસ કરવામાં આવે અને જો લગાવવામાં ન આવી હોય તો તે એક અલગ રીતે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવું સિસ્ટમ સુધારણા સત્યાગ્રહ સમિતિ મોરબી જણાવી રહી છે.








