
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાની 2 અને મેઘરજ ની 1 શાળા સીલ કરવાના આદેશ :ફાયર એન ઓ સી ન હોવાથી લેવાયા પગલાં

રાજકોટમાં ગેમઝોન માં સેફટી ન હોવાથી જે અગ્નિકાંડ સર્જાયો જેને લઇ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચ્યો હતો અને સરકાર પણ હરકતમાં આવી હતી અને ત્યાર પછી ગુજરાતમાં ફાયર સેફટી માટે નિયમો કડક બનાવી અમલમાં લાવવા માટે આદેશ કરવામાં આવ્યા છે જેને પગલે વહીવટી તંત્ર જાગ્યુ અને અરવલ્લી જિલ્લામાં જિલ્લા શિક્ષણા અધિકારી દ્વારા કડક પગલાં લેતા શાળાઓમાં ફાયર એન ઓ સી ન હોય તેવી શાળાઓ ને સીલ કરવા આદેશ કરવામાં આવ્યા છે અને તપાસ કરતા જે શાળાઓ માં ફાયર એન ઓ સી નથી તેવી જિલ્લાની ત્રણ શાળાઓને સિલ કરવાના આદેશ આપ્યા હતા જેમાં મોડાસામાં આવેલ કિરીમિયાહ ગર્લ્સ હાઈસ્કૂલ મોડાસા, એચ એલ પટેલ સરસ્વતી હાઈસ્કૂલ તેમજ મેઘરજ ની ઇડર્ન ઇન્ટરનેશન સ્કૂલ મેઘરજ ને નોટીસ આપી હતી જ્યાં સુધી ફાયર એન ઓ સી નું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી શાળાઓ સીલ રાખવા આદેશ કરવામાં આવ્યા છે









