GUJARATMORBI

સ્વર્ગસ્થ ભાણેજના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરતા અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય

સ્વર્ગસ્થ ભાણેજના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરતા અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય

મોરબી: તાજેતરમાં જામનગરના સપડા ડેમમાં ડૂબી જવાની દુર્ઘટનામાં મોરબીના અગ્રણી અને અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય આરતીબેન મેહુલભાઈ રત્નાણીના બહેન અનિતાબેન વિનોદભાઈ દામા તથા ભાણેજ રાહુલ વિનોદભાઈ દામાનું ડુબી જવાથી દુઃખદ અવસાન થયેલ હતું.

ત્યારે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સેવાકાર્ય થકી આરતીબેને ભાણેજ સ્વ.રાહુલ દામાના આજે જન્મદિવસ નિમિત્તે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મોરબીની નવલખી ફાટક, અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ નીચે ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને પફ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના હેતલબેન પટેલ, જાગૃતિબેન, પ્રભાબેન મકવાણા સહિતના સેવાકાર્યમા જોડાયા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button