GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા જિલ્લા કક્ષાની “સિનિયર સિટીઝન એથ્લેટીકસ સ્પર્ધા” યોજાઈ

તા.૨/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

તમામ વિજેતા સ્પર્ધકો રાજ્યકક્ષાની સિનિયર સિટીઝન સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

Rajkot: સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી,રાજકોટ સંચાલિત રાજકોટ જિલ્લા કક્ષાની “સિનિયર સિટીઝન એથ્લેટીકસ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અન્વયે દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ચક્રફેંક, બરછીફેંક, ગોળાફેંક જેવી એથ્લેટીકસની જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં ભાઈઓની કેટેગરીમાં ૧૦૦ મી., ૨૦૦ મી. દોડ અને લાંબી કૂદ સ્પર્ધામાં અનિલભાઈ ગામી, ૪૦૦ મી. દોડમાં અને ઉંચીકૂદમાં ભુપતભાઇ લોઢીયા, ૮૦૦ મી. દોડમાં વસંતભાઈ ત્રિવેદી, ૧૫૦૦ મી. દોડમાં નરેન્દ્રભાઈ જોબનપુત્રા, ચક્રફેક,ગોળાફેંકની સ્પર્ધામાં સુરેશભાઈ કાશીયાણી, બરછીફેંકમાં રોશનલાલ અઘલખા, ૦૫ કિમી જલદ ચાલમાં પરબતભાઈ ભંડેરી સહિત ઉકત સર્વે પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા.

જ્યારે બહેનોની કેટેગરીમાં ૧૦૦ મી.દોડ અને ૦૩ કિમી જલદ ચાલમાં નીલાબેન ચોટાઈ, ૨૦૦ મી. દોડમાં જ્યોતિબેન પરમાર, ૪૦૦મી. અને ૮૦૦ મી. દોડ તથા ઊંચી કૂદમાં દક્ષાબેન ચાપાણી, લાંબીકૂદમાં ભાનુમતીબેન, ચક્રફેંક અને બરછીફેંક તથા ગોળાફેંકની સ્પર્ધામાં સરલાબેન દવે સહિત ઉકત સર્વે બહેનો પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા. વિજેતા થયેલા તમામ સ્પર્ધકો હવે પછી યોજાનારી રાજ્યકક્ષાની સિનિયર સિટીઝન સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિ કરશે તેમ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button