
કાંકરેજ તાલુકાના તાણા (થરા) ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર ના પટાંગણમાં શ્રી સરસ્વતી શિશુ વાટિકા-૩,કક્ષા-૨ તથા કક્ષા-૬ ના બાળકોનો વસંતોત્સવ તા.૧૬/૦૩/૨૦૨૪ તથા કક્ષા ૪ અને કક્ષા ૯ના વિધાર્થીઓનો વસંતોત્સવ તા.૧૭/૦૩/૨૦૨૪ ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે ગુજરાત રાજ્ય પૂર્વશિક્ષણ મંત્રી એવમ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ પી. વાઘેલાની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ એવમ્ નેકારીયા પ્રાથમિક શાળાના શિક્ષક જોષી જીવણભાઈ લખીરામભાઈ, સિવિલ એન્જીનીયર વસંતલાલ ખત્રી, સમાજીક કાર્યકર આર.બી. ઠક્કરના અતિથિ વિશેષપદે વસંતોત્સવ-૨૪ વાર્ષિક ઉત્સવ યોજાયો હતો.દીપપ્રગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ જેમાં પ્રાર્થના- શિવ શિવ શંકર…હર હર શંકર.., બાળગીત-મારી નિશાળ મને ગમે..,દેશ ભક્તિ ગીત-ભારત હમકો જાણ સે પ્યારા…,હોળી ગીત-સાસો કી સરગમ ગાયે સુસ્વાગતમ…,બાળગીત-તેરી ઉંગલી પકડતે ચલા..,નાટક-સીતા સ્વયંવર…,રાહડો-કાનુડો કાળજાની કોર..,લોક ગીત-ગુજરાત મને વ્હાલું લાગે…,કચ્છી રસ-રાણો ચીંધ્યો..,યોગ ચાપ-મન મસ્તી ફકીરી હૈ…,નાટક-અંધેરી નગરી..,ગરબો-જીણો જીણો માં ચીંધ્યો..,સાહસિક કાર્યક્રમ, કલ્યાણ મંત્ર-સર્વે ભવંતુ સુખીનઃ.. વગેરે કૃતિઓની બાળકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સીતા સ્વંયવરમાં સીતા (આરાધના ઠક્કર),રામ
(એંજલ ભાવેશભાઈ પ્રજાપતિ)એ અનેરૂ પાત્ર ભજવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.ત્યારબાદ પધારનાર મહેમાનોનું બલિકાઓએ સ્વાગત ગીત દ્વારા ટ્રસ્ટીગણે સ્વામી વિવેકાનંદની મૂર્તિ આપી સ્વાગત સન્માન કર્યું હતું.ખારીયાપે.કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ બી. પ્રજાપતિએ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો.આ શાળામાં અભ્યાસ કરી વિવિધ જગ્યાએ સેવા આપતા તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિધાર્થીઓ કૌશલ ઠક્કર,કુલદીપ પઢીયાર,અનેરી શાહ,ધારા ખત્રી, ચિરાગ પ્રજાપતિ,પરજ ત્રિવેદી, ધ્રુવીક અખાણી,વિપુલ જયસ્વાલ ને વિદ્યાની દેવી માં સરસ્વતીની મૂર્તિ આપી સન્માન કરતા અનેરો આનંદ છવાયો હતી. તાણાસરપંચ દશરથભાઈ ઠક્કર,પ્રામાણિક કંડકટર તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તાલુકા કાર્યવાહક ગમનભાઈ દેસાઈ,ઉણ સી.આર.સી. જલાભાઈ દેસાઈ,હિર વિમા સેવા કેન્દ્રના અંકુર આર.ઠક્કર, સુખદેવભાઈ સુથાર,રસ્મિકાન્ત પંચોલી,ઈશ્વરભાઈ પ્રજાપતિ, હર્ષદ ઠક્કર સહિત વિશાળ સંખ્યામાં શિક્ષક વર્ગ,વાલીગણ, વિદ્યાર્થી ભાઈઓ -બહેનો હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા




