GUJARATSAYLA

વેલાળા સરપંચ સુરેગભાઈ ખાચર નો ખાણ ખનીજ અધિકારીઓ સામે સણસણતા આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં વેલાળા ગામે જે કોલસાની ખાણો બુરવાની પુરવાની કામગીરી ચાલુ છે તેમાં પણ નાણાકીય સેટિંગ બહાર આવેલ છે જેમાં ખાણ ખનીજ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્રારા કોલસાના કૂવા સંપૂર્ણ ન બુરવા માટે પણ એક ભાવ નક્કી કરવામાં આવેલ છે જે પ્રમાણે નાણાકીય સેટિંગ વહિવટ કરવામાં આવે તેઓ ના કુવા ફક્ત કામગીરી પુરતા જ દેખાવ પુરતા બુરવામા આવે છે ફકત ૧૦-૧૫ ફુટ ગાળ નાખી એક નાટક કરવામાં આવે છે અને જે લોકો વહિવટ ન કરે તેના આખા કુવા બુરી દેવામાં આવે છે માટે સમગ્ર વેલાળા ગામે તમામ કોલસાની ખાણો બુરવામા આવે અને જે તેના માલિકો છે તે તમામ ઉપર કાયદેસર કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે આ કોલસાની ખાણો તમામ માલીકી જમીનમાં છે તો જમીન માલીકોને પણ દંડ આપવામાં આવે અને જમીન શરતભંગ થતા ખાલસા કરી સરકાર હસ્તગત કરવામાં આવે અથવા ફોરેસ્ટ વિભાગ ને સોપી દેવામાં આવે તો જ આ કોલસાની ગેરકાયદેસર ખાણો બંધ થશે અને ખનીજ માફીયાઓ મુકત અમારૂ વેલાળા ગામ થશે તેમ સરપંચ સુરેગભાઈ ખાચર જણાવેલ હતું.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button