
મારી માટી મારો દેશ,રાષ્ટ્ર વ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ પુનિયાદ પ્રાથમિક શાળા ના પટાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો.. ધારાસભ્ય અક્ષયપટેલ ની અધ્યક્ષતા માં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી ભગોરા મેડમ,જીલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન વસાવા, ભાસ્કર પટેલ અવાખલ, તાલુકા કારોબારી અધ્યક્ષ પ્રિયલબેન પટેલ સહિત શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..આ પ્રસંગે દેશ સેવા અર્થે જોડાયેલા બે જવાનો નું સન્માન કરવા ઉપરાંત શિલાલેખ તક્તી નું ધારાસભ્ય અક્ષયપટેલ ના હસ્તે અનાવરણ કરાયું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તળાવની પાળ નજીક વૃક્ષારોપણ કરાયું હતું..આ પ્રસંગે ગામમાં, ખોટા હેડ થી , જાહેર હિતના બદલે, વ્યક્તિગત હિત ધ્યાને રાખી કરાતાં વિકાસ ના કામો અંગે, ગ્રામજનોએ ટી.ડી.ઓ , જીલ્લા પંચાયત સદસ્ય અને ધારાસભ્ય ને ઉગ્ર રજુઆત કરી હતી.
ફૈઝ ખત્રી..શિનોર