MEHSANAVIJAPUR

વિજાપુર ખણુસા મુકામે મેલડી માતાના મહંત દ્વારા ધબળાનું વિતરણ કરાયુ

વિજાપુર ખણુસા મુકામે મેલડી માતાના મહંત દ્વારા ધબળાનું વિતરણ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખણુસા મુકામે આવેલ ભગવતીશ્રી મેલડીમાતાના મઢના મહંતશ્રી પ.પૂ.મહેશપુરી
બાપજીએ પોતાની વિવિધ સેવાકીય પ્રવ્રૃત્તિના ભાગરૂપે તેઓના જન્મદિવસ નિમિત્તે કેક, ગિફ્ટને મહત્વ નહી આપતા દરિદ્રનારાયણોની સેવાર્થે મઢના માઈભક્તો, સેવક પરિવાર,સમાજના વિવિધ ક્ષેત્રે સંકળાયેલ આગેવાનોના સહકાર થી સ્થાનીક ધારાસભ્ય ડૉ.સી.જે.ચાવડાના સહયોગથી શિયાળાની કડકડતી ઠંડીથી બચવા ઠંડીથી ઠુંઠવાતા જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગ, મહિલા પ્રસૂતિ વિભાગ, બાળરોગ વિભાગ ખાતે ધાબળા ચોરસાનું વિતરણ કર્યું હતું.તદ્દ ઉપરાંત નજીકના કૈલાસધામ વૃદ્ધાશ્રમ ખાતે ચોરસાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તેઓની તંદુરસ્તી સાથે દિર્ઘાઆયુષના આશીર્વાદ પણ પાઠવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે પ.પૂ.મહંતશ્રી મહેશપુરી દ્વારા કોરોનાના કપરા સમય દરમિયાન પણ ગરીબ પરિવારોને માતાજીનો પાટોત્સવ મુલતવી રાખીને દાનમાં આવેલ રકમ થી એક હજાર રાશનકીટનું વિતરણ કરી અનેરી સેવાની સુગંધ ફેલાવી હતી.

[wptube id="1252022"]
Back to top button