GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)મોરબી-માળિયા વિધાનસભા સીટના બેસ્ટ બીએલઓ તરીકે હિનાબેન સદાતિયાનું કલેકટર દ્વારા સન્માન કરાયું

મોરબી-માળિયા વિધાનસભા સીટના બેસ્ટ બીએલઓ તરીકે હિનાબેન સદાતિયાનું કલેકટર દ્વારા સન્માન કરાયું

મોરબી જિલ્લા કલેકટરે રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે બેસ્ટ બીએલઓ હિનાબેન સદાતિયાનું સન્માન કર્યું

મોરબી,ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા અને લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી માટે મતદારયાદી બનાવવા, નવા મતદારોના નામ ઉમેરવા તેમજ કમી કરવા,સ્થળાંતર થયેલાને એમના વિસ્તારમાં ઉમેરવા, ઓનલાઈન કરવા અપડેટ કરવા વગેરે કાર્યો કરવા માટે બુથ લેવલ ઓફિસર BLO ની નિમણુંક કરેલ હોય છે એ મુજબ ૬૫-મોરબી વિધાનસભા સીટ પર ૨૯૯ જેટલા બીએલઓ ની નિમણુંક કરેલ છે જેમાં મોરબીની કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષકા હિનાબેન ખોડાભાઈ સદાતીયાને વર્ષ ૨૦૨૩-દરમિયાનની બેનમૂન કામગીરીને ધ્યાનમાં લઈ ૬૫-મોરબીના 230 નંબર બુથના બેસ્ટ બુથ લેવલ ઓફિસરનો જિલ્લાનો એવોર્ડ પ્રાપ્ત થતા કલેકટર જી.ટી.પંડ્યાએ રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે સન્માન પત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button