સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્રવાસીઓ તથા સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બબાલ : સિક્યોરિટી ગાર્ડને ઇજા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્રવાસીઓ તથા સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બબાલ : સિક્યોરિટી ગાર્ડને ઇજા
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગ પાસે પ્રવાસીઓને ફોટો ન પાડવા દેતા સિક્યુરિટી સાથે મારપીટ થઈ હોવાની ચર્ચા
રાજપીપળા: જુનેદ ખત્રી
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે ત્યાંના સિક્યુરિટી ગાર્ડ અને પ્રવાસીઓ વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે જો કે આ ઘટના બાદ સિક્યુરિટી ગાર્ડને ઈજાઓ થતા તેને ગરુડેશ્વર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો
મળતી માહિતી મુજબ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ આવ્યા હતા આ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગ પાસે અંગૂઠા આગળ ફોટો પડાવવા માટેની જીત પકડી હતી પરંતુ ત્યાં ફરજ બજાવતા સિક્યુરિટીએ નિયમ અનુસાર પ્રતિમાના અંગૂઠા પાસે ફોટો પાડવાની મનાઈ છે તેમ જણાવ્યું હતું તેમ છતાં પણ પ્રવાસીઓ માન્યા ન હતા અને ઉશ્કેરાઈ જઈ ત્યાં ફરજ બજાવતા સિક્યુરિટી સાથે મારપીટ કરી હતી જેને લઈને સિક્યુરિટીને ઇજા થતાં ગરુંડેશ્વર ખાતેની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો
જોકે ઘટના બાદ સિક્યુરિટી કર્મચારીએ કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હોવાનું તેમજ પ્રવાસીઓએ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે
જોકે પોલીસ ફરિયાદ બાદ સમગ્ર હકીકત સામે આવશે
“જોકે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સુરક્ષા માટે સીઆઈએસએફ ને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે CISF નો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના પગ નીચે મારામારીની ઘટના એ અનેક સવાલો ઊભા કરે છે !??”