MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મકનસર ગામે બાઇક અકસ્માતના નુક્સાનીનો ખર્ચ માંગી માતા -પુત્ર ઉપર ધોકા વડે હુમલો કર્યો

મોરબીના જુના મકનસર ગામે પારકા મો.સાયકલને અકસ્માતમાં થયેલ નુક્સાનીના વળતરના રૂપિયાની ઉઘરાણી કરી માતા-પુત્ર ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી મહિલાને ફ્રેકચર જેવી ઇજા પહોંચાડનાર વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેતા ગીતાબેન હરીભાઇ કાનાભાઇ પરમાર જાતે ઉવ-૪૦ એ આરોપી પ્રવિણભાઇ વાલજીભાઇ પરમાર રહે.જુના મકનસર તાલુકો જિલ્લો મોરબી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગીતાબેનના દીકરા ભાવેશભાઇ આજ થી આશરે બે ત્રણ વર્ષ પહેલા આરોપી પ્રકાશ વાલજીભાઇ પરમારના મિત્ર હેમંતનું મોટર સાયકલ લઇ ગયેલ અને એક્સીડેન્ટ થતા નુકશાન થયેલ હોય જેનો ખર્ચ હેમંતએ માંગ્યો ના હોય કે હાલ હેમંત અહીં રહેતો પણ ના હોવા છતા ગઈ તા. ૧૩/૦૨ના રોજ રાત્રીના આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં ગીતાબેનના રહેણાંક પાસે આરોપી પ્રકાશએ ગીતાબેનના દીકરા ભાવેશભાઇ પાસે મો.સા.ના એક્સીડેન્ટના ખર્ચના પૈસા માંગી ઝઘડો કરી માતા-પુત્રને ભુંડાબોલી ગાળો આપી આરોપી પ્રકાશે ગીતાબેનને લાકડાનો ધોકો મારી હાથમાં ફ્રેક્ચરની ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button