GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુરના ઘૂસર રોડ પાસે ભંગારમા ભીષણ આગ લાગતા સ્થાનિક રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

તારીખ ૩૦/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામે ઘૂસર રોડ ઉપર આવેલ રહેણાંક વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં મુકેલ ભંગારમાં આકસ્મિક આગ લાગતા આજુ બાજુ માં રહેતા સ્થાનિક રહીશોમાં નાસ ભાગ જોવા મળી હતી જોત જોતામાં આગે વિકરાર સ્વરૂપ ધારણ કર્યું હતું સોમવારે રાત્રીના એકથી બે વાગ્યાની આસ પાસ આગ લાગયાની માહિતી મળી હતી ત્યારે ગામના જાગૃત લોકોએ ગોધરા ફાયર બ્રિગેડ વિભાગમાં જાણ કરતા ફાયર બ્રિગેડની ટિમ ઘટનાંસ્થળ ઉપર ફાયરની ગાડી લઈને આવી પોહચી હતી ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવ્યો હતો પણ આગ કાબુમાં આવી ન હતી અને આગે વધુ વિકરાર સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા અન્ય બીજી મોટી ગાડી મગાવી હતી બીજી ગાડી આવ્યા બાદ પણ સતત એક થી બે કલાક સુધી પાણીનો માળો ચલાવ્યો હતો ત્યાર બાદ ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડનીં ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના બનાવને લઈને આખા ગામમાં લાઈટ બંધ કરવામાં આવતા અંધાર પટ છવાયો હતો આગના બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં કોઈ મોટી જાનહાની થઈ નોહતી આગના કારણે ભંગાર બળીને ખાખ થઈ ગયું હતું.

[wptube id="1252022"]
Back to top button