વાંકાનેર નજીકથી 7 લાખના મુદામાલ સાથે ઇંગ્લિશ દારૂનો મોટા જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

વાંકાનેર નજીકથી 7 લાખના મુદામાલ સાથે ઇંગ્લિશ દારૂનો મોટા જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર થાન રોડ તરફથી એક ટાટા ટ્રક જીજે ૧૪ ઝેડ ૦૨૨૪ વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાની હોય જે ટ્રકમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખી હેરાફેરીની બાતમી મળી હતી જેથી મોરબી એલસીબી ટીમે વાંકાનેર ચંદ્રપુર રોડ પર વોચ ગોઠવી હતી અને ટ્રક પસાર થતા ટ્રકને આંતરી લેવામાં આવી હતી

જે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં છુપાવી રાખેલ દારૂનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો જેમાં મેકડોવેલ્સ વ્હીસ્કી ૭૫૦ મિલી બોટલ નંગ ૮૪, ૩૭૫ મિલીની બોટલ નંગ ૧૨૦, મેકડોવેલ્સ વ્હીસ્કી ૧૮૦ મિલી બોટલ નંગ ૩૩૬, ઈમ્પીરીયલ બ્લુ વ્હીસ્કી ૭૫૦ મિલીની બોટલ નંગ ૧૩૨, ૩૭૫ મિલી બોટલ નંગ ૯૬ અને ૧૮૦ મિલી બોટલ નંગ ૩૮૪ તેમજ બ્લુ સ્ટ્રોક વ્હીસ્કી બોટલ નંગ ૧૯૨ અને ડિસ્કાઉન્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મિલી બોટલ નંગ ૬૭૨ મળીને કુલ બોટલ નંગ ૨૦૧૬ કીમત રૂ 2,૮૭,૫૮૦ તેમજ ટ્રક જીજે ૧૪ ઝેડ ૦૨૨૪ કીમત રૂ ૫ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫ હજાર તેમજ રોકડ રૂ ૪૭૦ મળીને કુલ રૂ ૭,૯૩,૦૫૦ નો મુદામાલ કબજે લીધો છે
જે ટ્રકના ચાલક દિલીપ જગમાલભાઈ પઢારીયા (ઉ.વ.૩૮) રહે હાલ રાજકોટ મોરબી રોડ, સદગુરુ સોસાયટી મૂળ ઈન્દ્રા તા. માણાવદર વાળાને ઝડપી લીધો છે તો અન્ય આરોપી ધવલ કિશોર વાઢેર રહે રાજકોટ કુવાડવા રોડ, બેડીપરા વાળાનું નામ ખુલતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે









