HALOLPANCHMAHAL

જાંબુઘોડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ,વિવિધ કાર્યક્રમો યોજાયા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૯.૮.૨૦૨૩

બુધવારના રોજ “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે જાંબુઘોડા તાલુકાના રૂપસિંગ નાયક પ્રાથમિક શાળા દાંડિયાપુરા ખાતે “મેરી માટી મેરા દેસ” અંતર્ગત રાજા રૂપસિંગ નાયકની પ્રતિમાને શ્રધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે પંચમહાલ જીલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈ,તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ બારિયા,મહામંત્રી તખતસિંહભાઈ બારિયા,ભાવસિંગભાઇ બારિયા,ઉપપ્રમુક ભુપેન્દ્રભાઈ જયસ્વાલ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઈ બારિયા,કારોબારી અધ્યક્ષ જ્યોતિન્દ્રસિંહ રાણા,વાવ પંચાયતના સરપંચ રાજુભાઈ બારિયા,રાજા રૂપસિંગ નાયકના વંસ ભીમાભાઈ હમીરા,તેજઘળ થી પધારેલ દિનેશભાઈ નાયક,અરવિંદભાઈ રાઠવા તથા નાયક સમાજના આગેવાનો,રાઠવા સમાજના આગેવાનો,ગ્રામ પંચાયતના સદસ્ય તથા ખૂબજ મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાની વેસભૂસામાં આવીને આદીવાસી દિવસની ઉજવણી કરી હતી.જ્યારે જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પણ “મેરી માટે મેરા દેસ”કાર્યક્રમ અંતર્ગત જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયત નાં યુવા સરપંચ જીતકુમાર દેસાઈ ની ઉપસ્થિતિમાં શીલાફલકમનું,પંચ પ્રાણ,વસુધા વંદન,ધ્વજ વંદન તથા ગ્રામસભા ત્યારબાદ પંચવટી બાગ ખાતે અને પંચાયત ખાતે વૂક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યો,ગ્રામ પંચાયતના સદસ્યો,ગ્રામજનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button