BANASKANTHAPALANPUR

શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રા. શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

સમાજમાંથી અંધશ્રદ્ધાને દૂર કરી વિજ્ઞાનની સાચી સમજ દર્શાવતી સુંદર નાટ્યકૃતિ રજૂ કરી

નોબલ પુરસ્કાર મેળવનાર પ્રો. રામનની શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાપેઢીને પ્રેરણા મળે તેવા શુભાશયથી સમગ્ર ભારતમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને યાદગાર બનાવવા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ , પાલનપુર સં‌‌લગ્ન શ્રીમતી સાળવી ( સ્વસ્તિક ) પ્રા. શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની અનોખી રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંજયભાઈ રાજગોર (P. S. I. – L.C.B. બનાસકાંઠા ), ચેરીટી કમિશનર પિયુષભાઈ રાવલ અને કાર્યક્રમના દાતા કાશુબેન વ્હોરા ઉપસ્થિત રહ્યાં હતાં .
આ વિજ્ઞાન દિવસની ઉજવણી પ્રસંગે ધોરણ – ૧ થી ૫ ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને વૈજ્ઞાનિકનો પરિચય આપતાં વક્તવ્ય, વિજ્ઞાન કવીઝ અને સમાજમાંથી અંધશ્રદ્ધાને દૂર કરી વિજ્ઞાનની સાચી સમજ દર્શાવતી સુંદર નાટ્યકૃતિ રજૂ કરી હતી .
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ , રવિન્દ્રભાઈ મેણાત અને ઉપાચાર્ય રંજનબેન પટેલ અને સમગ્ર સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button