MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વાવડી રોડ ઉપરથી ગણનાપાત્રરકમથી વધુ રકમનો વિદેશી દારૂ એલસીબીએ ઝડપ્યો! ફરજ બેદરકારી બદલ સ્થાનિક પોલીસ સામે શું પગલાં લેવાય છે ?

મોરબીના વાવડી રોડ ઉપરથી ગણનાપાત્રરકમથી વધુ રકમનો વિદેશી દારૂ એલસીબીએ ઝડપ્યો! ફરજ બેદરકારી બદલ સ્થાનિક પોલીસ સામે શું પગલાં લેવાય છે ?

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં સ્થાનિક પોલીસ માટે એલસીબી જેવી બહારની પોલીસ એજન્સી ગણનાપાત્ર રકમથી વધું રકમનો દારૂ કે જુગાર પકડે ત્યારે સ્થાનિક પોલીસ સામે ફરજ બેદરકારી ની કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ તેના ત્રણેક વર્ષથી આવી કોઈ ઠોસ પગલાં ની કાર્યવાહી થતી ન હોય સ્થાનિક પોલીસ તકેદારી રાખવી જોઈએ પણ રાખતી નથી તેવું લાગી રહ્યું છે કેમકે મોરબી જિલ્લા એલસીબીએ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી ગણનાપાત્ર રકમથી વધું રકમનો વિદેશી દારૂ સ્થાનિક પોલીસ ને અંધારામાં રાખીને ઝડપી લીધો છે. જેમાં
મોરબી શહેરમાં વાવડી રોડ સ્થિત શ્રીજી સોસાયટી વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ કરતા ચાર શખ્સ ને ઇંગ્લીંશ દારૂની નાની મોટી બોટલો નંગ-૧૫૦૦ કિંમત રૂપિયા પાંચ લાખ પંચાણું હજાર આઠસો તથા અન્ય મુદામાલ મળીને કુલ રૂપિયા બાવીસ લાખ પાંસઠ હજાર આઠસો નાં મુદામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે (૧) ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ ઘાંચી રહે. પંચાસરરોડ, ભારતપરા-૧, (૨) અકરમભાઇ મહેબુબભાઇ ફકીર રહે. મોરબી, મકરણીવાસ વાળાઓ એ (૩) રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ પટેલ રહે. જુના દેવળીયા તા. હળવદ હાલ રહે. મોરબી ઘુટુ રોડ, હરીઓમ પાર્ક વાળા મારફતે નંબર પ્લેટ વગરના અશોક લેલન માલ વાહકમાં પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી મોરબી વાવડીરોડ, ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં અન્ય વાહનોમાં ભરી તેની હેરાફેરી કરવાની પ્રવૃતી હાલ ચાલુ છે. તે ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ -૧૫૦૦ (પેટી નંગ-૧૧૦) કિંમત રૂપિયા પાંચ લાખ પંચાણું હજાર આઠસો તથા નંબર પ્લેટ વગરની અશોક લેલન બડા દોસ્ત કિંમત રૂપિયા દશ લાખ, અતુલ શકિત રીક્ષા નંબર- GJ-03-BT-1953 કિંમત રૂપિયા પચાસ હજાર સ્વીફ્ટ કાર નં- GJ-09-BL-0047 ડી. રૂપિયા છ લાખ , મોબાઇલ ફોન નંગ-૪ કિંમત રૂપિયા વીસ હજાર મળીને કુલ રૂપિયા બાવીસ લાખ પાંસઠ હજાર આઠસો- નો મુદામાલ સાથે ચાર આરોપીઓ ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ માયક ઉ.વ. ૨૩ રહે. પંચાસરરોડ, ભારતપરા-૧, અકરમભાઇ મહેબુબભાઇ શાહમદાર ઉ.વ. ૨૦ રહે. મોરબી, મકરણીવાસ, કિશનભાઇ પ્રવિણભાઇ લવા ઉ.વ. ૨૩ રહે. હાલ જેપુર ત્રિમંદિર સામે બ્રહ્મપુરી સોસાયટીમાં, સિકંદરભાઇ ઉર્ફે સીકલો કાદરભાઇ મોવર ઉ.વ. ૨૨ રહે. વીસીપરા બિલાલી મસ્જીદ શેરીવાળો મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ મોરબી શહેર એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. જ્યારે અન્ય છ શખસો (૧) રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વીડજા હાલ રહે. મહેન્દ્રનગર, હરીઓમપાર્ક, (૨) હિતેષભાઇ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઇ ધોળકીયા રહે. નવાડેલા રોડ, મોરબી (૩) તુલસીભાઇ હસમુખભાઇ શંખેસરીયા રહે. મોરબી પંચાસર રોડ, હનુમાન મંદિર પાસે (૪) સાહીલ ઉર્ફે સવો સંધી રહે. કાલીકા પ્લોટ મોરબી (૫) લકકી રાઠોડ રહે. હાલ શોભેશ્વર રોડ, વાણીયા સોસાયટી (૬) નંબર પ્લેટ વગરના અશોક લેલન બડા દોસ્ત માલ વાહક વાહનનો ચાલકનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને બહારની એજન્સી એલસીબી એ ગણનાપાત્ર રકમથી માતબર રકમ થી વધું રકમનો દારૂ ઝડપી પાડ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ સામે શું પગલાં લેવાય છે? તે આવનારા સમયમાં જાણી શકાશે!

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button