
આસીફ શેખ લુણાવાડા
ગુજરાત રાજ્ય પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિરપુર તાલુકાની મુલાકાત લીધી

ખેરોલી ખાતે ચાલી રહેલી સુધારણા યોજના સમીક્ષા કરી
ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી હતી તેમની આ મુલાકાતમાં ખાનપુર તાલુકાના બામરોડા ખાતે કારંટા સુધારણા યોજના અને ખેરોલી ખાતે સુધારણા યોજનાની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી જિલ્લામાં આવેલ ભાદર ડેમ અને કડાણા ડેમની રૂબરૂ મુલાકાત લઈ ડેમની સ્થિતિની માહિતી મેળવી જરૂરી દિશા નિર્દેશ કર્યા હતા.
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ,જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હશે એ ગામમાં સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના ખુબજ લાભદાયી નીવડશે અને આ વિસ્તારના પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે.કારંટા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ૬૯ ગામોને અને ખેરોલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ૫૩ જેટલા ગામોને સુધ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે . હાલ સુધારણા યોજના કામગીરી પ્રગતિ હેઠળ છે જે કામગીરી ટૂંક સમયમાં પૂરું કરી વહેલી તકે લાભ આપવામાં આવશે .મંત્રીએ ભાદર ડેમ ખાતે મુલાકાત દરમ્યાન કેનાલોની જાણકારી મેળવી કેટલા ગામ સુધી પાણી પોહચે છે , કેનાલની સાફ સફાઈ કરવી ,કેટલી કેનાલમાં પાણી જાય છે જેવી અગત્યની જાણકારી મેળવી કેનાલોમાં નડતા ઝાડવાઓ કાપવા અધિકારીઓને તાકીદ કરવામાં આવ્યા હતા અને નિયમિત કેનાલની સાફસફાઈ રાખવા જણાવ્યું હતું .કડાણા ડેમ ખાતે મંત્રીએ કડાણા ડેમની માહિતી દર્શાવતું પ્રેઝન્ટેશન નિહાળી જરૂરી વિગતો મેળવી હતી અને ત્યારબાદ કડાણા જળાશયની મુલાકાત લઈ કડાણા જળાશયમાં થયેલ કામગીરીની નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક,ખેડા જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ, કાળુભાઈ માલીવાડ,પાણી પુરવઠા અધિકારી હનીફ શેખ ગામના સરપંચ, ગ્રામજનો સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..









