GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભૂત કોટડા ગામનું કંકણ ગ્રુપ મોખરે

ભાવિન સેજપાલ ટંકારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ *માં ભૂત કોટડા ગામનું કંકણ ગ્રુપ મોખરે

ગુજરાત સરકાર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ નું સાર્થકવિદ્યા મંદિર મોરબી ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું.જેમાં ભૂત કોટડા પ્રા.શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેન સંચાલિત ગામની બહેનોનું કંકણ ગ્રુપ 21 થી 59 વયજૂથ માં લગ્નગીત માં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયું છે. આ ગ્રુપમાં ગામના બહેનો. (1) ઢેઢી આશાબેન જયેશકુમાર (2) ઢેઢી નયનાબેન ચીમનભાઈ (3) દેવડા મિન્ટુબેન રતનશીભાઇ (4) દુબરીયા સોનલબેન મનસુખભાઈ અને પ્રા.શાળાના શિક્ષિકા બેન સાંચલા ગીતાબેન મનસુખલાલ નો સમાવેશ થાય છે. આ તકે કલા મહાકુંભ માં ઉપસ્થિત મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ સાંસ્કૃતિક અધિકારી હિરલબેન વ્યાસે શુભેચ્છા પાઠવી હતી.પ્રથમ નંબર મેળવવા તેમજ ગામનું ગૌરવ વધારવા બદલ ગામના સરપંચ ભાગિયા પંકજભાઈ તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા અને અન્ય આગેવાનો અને ગ્રામજનોએ અભીનંદન પાઠવ્યા હતા. ટંકારાના વતની કેતનભાઈ એ સંગીત ના સૂર પુરાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન ગીતાબેને કર્યું હતું. ચો તરફ થી લોકો ની શુભેચ્છાઓ નો વરસાદ થયો હતો.

[wptube id="1252022"]
Back to top button