GUJARATMORBIMORBI CITY / TALUKO

Rajkot: ધોરાજી, લોધિકા, રાજકોટ અને જસદણ તાલુકા પંચાયત દ્વારા યોજાયેલી કળશ યાત્રા

Rajkot ધોરાજી, લોધિકા, રાજકોટ અને જસદણ તાલુકા પંચાયત દ્વારા યોજાયેલી કળશ યાત્રા

 

રાજકોટ તા. ૨૦ ઓકટોબર – આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ‘‘મારી માટી મારો દેશ, માટીને નમન વીરોને વંદન’’ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકામાં મહાનુભાવો તથા સ્થાનિક નાગરિકોએ કળશમાં માટી ભરી કળશ યાત્રાનું આયોજન કર્યું હતું.

દેશદાઝ બળવત્તર કરવા તથા શહીદ – વીરોની સ્મૃતિમાં યોજાયેલા આ કાર્યક્રમ અન્વયે ધોરાજી, લોધિકા, રાજકોટ અને જસદણ ખાતે તાલુકા પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા મહાનુભાવો, આગેવાનો અધિકારીઓ અને લોકો દ્વારા રંગબેરંગી શણગારેલા કળશમાં માટે ભરી કળશ યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. આ પ્રસંગે બાળાઓએ રાસ રજૂ કર્યા હતા. તો મહાનુભાવોએ તાલુકા કળશ યાત્રાનો હેતુ સમજાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button