
4 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના ખેલાડીઓ તાજેતરમાં યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ આણંદ ખાતે નેશનલ સબ જુનિયર ચેમ્પિયનશિપ માં ભાગ લીધો હતો.જેમાં રેન્સી સબાસણા ગોલ્ડ-સિલ્વર મેડલ, યશ ચૌહાણ ગોલ્ડ મેડલ ,નીલ ચૌહાણ ગોલ્ડ મેડલ, વંશ પટેલ સિલ્વર મેડલ, ભવ્ય પટેલ બ્રોન્ઝ મેડલ કરાટે માં નેશનલ કક્ષાએ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત અને શાળાનું નામ રોશન કરેલ છે.મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ, શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ, ઉપાચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, સુપરવાઇઝર તૃપ્તિબેન પટેલ તથા સ્પોર્ટ્સ ટીચર જીતુભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
[wptube id="1252022"]



