
MORBI:મોરબી વાવડી રોડ ઉપરથી વિદેશી દારૂના ચપલા સાથે ઇસમ ઝડપાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે વાવડી રોડ શક્તિધામ મંદિર સામે આવેલ બાવળની કાંટમાંથી વિદેશી દારૂના ૪૮ ચપલા કિ.રૂ.૪,૮૦૦/-સાથે આરોપી ભાવીનભાઇ કાનજીભાઇ મકવાણા ઉવ.૨૪ રહે.મોરબી હાઉસીંગ બોર્ડ ગરબીચોક શનાળારોડને પકડી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પક્ડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે મોરબી ઈદ મસ્જિદ રોડ ઉપર રહેતા સલીમ જુસબભાઇ કટીયા પાસેથી લઇ આવ્યાની કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ બંને આરોપીઓ સામે પ્રોહી.હેઠળ ગુનો નોંધી હાજર મળી ન આવેલ આરોપીને પકડી પાડવા શોધખોળ શરૂ કરી છે.
[wptube id="1252022"]