MORBI:મોરબી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકો સ્વૈચ્છિક સાફ સફાઈ થકી કરી રહ્યા છે સ્વચ્છતા મહાઅભિયાનની ઉજવણી

MORBI:મોરબી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકો સ્વૈચ્છિક સાફ સફાઈ થકી કરી રહ્યા છે સ્વચ્છતા મહાઅભિયાનની ઉજવણી

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં ટીકર, સુલતાનપુર, કોયલી, અદેપર સહિતના ગામડાઓ ખાતે નાના પાયેથી સ્વચ્છતા અભિયાન અન્વયે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેની સાથે મોરબી જિલ્લાના અન્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ સાફ-સફાઈનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કોઈપણ અભિયાન કે કાર્યક્રમ એક નાના વિચાર કે નાના સ્વરૂપથી શરૂ થાય છે અને ધીરે ધીરે વિસ્તરણ પામી મહા અભિયાન કે જન અભિયાન બની જાય છે. ત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા એ જ સેવા અભિયાન’ હેઠળ મોરબી જિલ્લામાં પણ વિવિધ નાના નાના ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારોમાં ક્યાંક વધારે લોકો તો ક્યાંક સ્થાનિકો મળી આ સાફ-સફાઈ અભિયાનને આવકારી રહ્યા છે અને તેમના વિસ્તારોની સાફ-સફાઈ કરી રહ્યા છે અને આગામી સમયમાં આ અભિયાન એક સવિશેષ જન અભિયાન બની રહેશે. ત્યારે હાલ મોરબી જિલ્લાના ટીકર, કોયલી, અદેપર, ભક્તિનગર, સુલતાનપુર વગેરે ગામડાઓમાં મંદિર, પાણીના ટાંકા, ગામડાના શેરી અને ચોક, આંગણવાડી કેન્દ્રો અને તેની આસપાસ, આરોગ્ય કેન્દ્રો અને તેની આસપાસ વગેરેની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.








