BANASKANTHAPALANPUR

કમલ વિદ્યામંદિર ભૂતેડી ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી

11 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજરોજ 11જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિન નિમિત્તે કમલ વિદ્યામંદિર ભૂતેડી ખાતે શાળા ના આચાર્ય શ્રી માવજીભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી.જેમાં પ્રવૃત્તિ કન્વીનર ઉમેદસિંહ વાંકે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી. ત્યારબાદ શાળા વક્તવ્ય માં ભાગ લેનારા ના ધો9 થી 12 ના બાળકો એ આ વિષય ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા જેમાં ભગત મયૂર,ભગત પ્રિયા ,ભગત નિકિતા,પરમાર ધવલ ,ભગત પ્રિયાંશી , ચૌધરી સંધ્યા વગેરે એ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ શાળા ના આચાર્ય શ્રી એમ.એમ.પટેલે પોતાની ભાવસભર વાણીમાં વિષય અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્ટાફ મિત્રોએ પૂર્ણ સહયોગ આપ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button