KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના સણસોલી ગામ નજીક અકસ્માત મા રાહદારી નું સારવાર દરમ્યાન મોત

તારીખ ૧૮ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મોકડ ગામના કાનોડ થી સણસોલી ગામ જવાના જાહેર રોડ ઉપર એક અજાણ્યા ટ્રક ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કાલોલ તાલુકાના મોકડ ગામના કાનોડ થી સણસોલી ગામ જવાના જાહેર રોડ ઉપર એક અજાણ્યા ટ્રક ચાલકે ગફલતભરી રીતે હંકારી મહેન્દ્રસિંહ ખુમાનસિંહ ચોહાણ કાલોલ તાલુકાના મોકડ ગામના કાનોડ સણસોલી રોડ ઉપર રહેતા અને હાલ રહેવાસી વીસરામપુરા વડવાળુ ફળીયુ તાલુકા પાદરા તેવોને માથાના ભાગે ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી અને ડાબા હાથની કોણીના ભાગે છોલાણ કરી સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં મરનારના પુત્ર ક્રિષ્નાકુમાર મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી જેમાં કાલોલ પોલીસે ભાંગી છુટલે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button