KALOL(Panchamahal)PANCHMAHAL

આગામી તહેવારો અનુલક્ષીને જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ.

છ ૧૯ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે આગામી સમયમાં આવી રહેલ હિન્દુ-મુસ્લિમના તહેવારો પરસ્પર કોમી એકતા અને ભાઇચારા સાથે શાંતિથી ઉજવણી થાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શાંતિ સમિતિની બેઠક જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વી.જે.રાઠોડ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર હાલોલ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઇ જેડી તરાલ તથા એન.આર.રાઠોડ સાથે કાલોલ શહેરમાંથી પધારેલા શાંતિ સમિતિના સૌ સભ્યો અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આગામી સમયમાં આવી રહેલ હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારો પરશુરામ જયંતી અને રમઝાન ઈદના તહેવારો પરસ્પર કોમી એકતા,ભાઈચારા અને સામાજિક સદભાવ સાથે શાંતિથી ઉજવણી કરવા ઉપસ્થિત સૌ શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોને સંબોધન સહ વિનંતી જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી એ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button