
તા.૧૨.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના પેથાપુર ગામમાંથી પારિવારિક ઝગડાનું સુખદ સમાધાન કરાવતા અભયમ દાહોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પેથાપુર ગામમાંથી એક બેને કોલ કરીને જણાવેલ કે હું વિધવા બેન છું ને મારા જેઠ અને દેરાણી મારા સાત વર્ષના છોકરાને અપશબ્દો બોલે છે. મારી છોકરીએ મારા જ ખેતરમાંથી લીલા ચણા લીધાં અને મારી દેરાણી કહે છે. કે મારા ખેતરમાંથી લાવી એવુ કહી ને ઝઘડો કરે છે અને મારા ઘર આગળ થઈને નહિ જવાનુ અને મારા દિયર ને મારા જોડે વહેમ શંકા કરે છે. અને નશો કરી ને આવીને મારા જેઠ કહે છે કે તું છોકરા મૂકીને ઘર માંથી નીકળી જા એવું કહે છે. તો જેથી દાહોદ ટીમ સ્થળ પર પહોંચી અને અસરકારક કાઉન્સિલિંગ દ્વારા જેઠ અને દેરાણી ભૂલોને અહેસાસ કરાવતાં જેઠ અને દેરાણી વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવેલ. અભાયમ કાઉન્સેલરે દેરાણી અને જેઠ ને પારિવારીક જવાબદારીથી વાકેફ કરી સામાજીક અને કાયદાકિય જવાબદારી ભાન કરાવતાં જેઠ અને દેરાણી એ પોતાની ભૂલને કબુલી હતી અને હવે પસી મારા વહુ અને ભાભી ને હેરાન નહિ કરીએ અને અપશબ્દો નહિ બોલીએ અને. વહેમ શંકા નહિ એની અમે ખાતરી આપી હતી. અને જેઠ અને દેરાણી વચ્ચે અસરકારક કાઉન્સિલિં થી પારિવારીક ઝગડામાં સુખદ સમાધાન કરાવતાં અભયમ દાહોદ