JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ગ્રામ્ય વિસ્તારના બાળકને ભારે મહેનતે રસીકરણ

 

ગ્રામ્ય વિસ્તારના બાળકને ભારે જહેમતે રસીકરણ

જામનગર આરોગ્ય વિભાગની ટીમની મહેનતથી મધ્યપ્રદેશના બાળકને મળ્યું આરોગ્ય કવચ

 

ધૂડશિયા ગામે મજૂરી કામ કરતાં પરિવારમાં રસીકરણ અંગે ગેર માન્યતા હોય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે સતત પાંચ વખત તેમની મુલાકાત કરી રસીકરણનું મહત્વ સમજાવી ૧૮ માસના બાળકનું રસીકરણ કર્યું

જામનગર (નયના દવે)

જામનગર જીલ્લાના ધૂડસીયા વાડી વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ભંડેરીની વાડીમાં મૂળ મધ્યપ્રદેશના પ્રકાશભાઈ નીંગવાલ મજુરી કામ કરવા જામનગર આવ્યા હતા. જેના ૧૮ મહિનાના બાળક અસ્મિતા પ્રકાશ નીંગવાલનું રસીકરણ કરાવ્યું ન હતું. તેથી જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ બાળકનું રસીકરણ કરવા ગયેલ તો માતા-પિતાએ જણાવ્યું હતું કે અમારા બાળકને રસી આપવી નથી. રસીકરણ કરવાથી બાળક બીમાર પડે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા સતત ૫ વખત તેમની મુલાકાત કરવામાં આવી પરંતુ માતાપિતાને રસીકરણ અંગે ગેરમાન્યતા હતી. 

 

બાદમાં જીલ્લા આર.સી.એચ.ઓ ડો.નુપુર પ્રસાદ અને ડી.એચ.એસ વિજયભાઈ જોશી દ્વારા પરિવારની મુલાકાત કરવામાં આવી અને તેઓને રસીકરણનું મહત્વ અને તેના ફાયદા વિષે સમજણ આપતા જણાવ્યું હતું કે, બાળકને કઈ રસી લેવાની છે, રસી કયા રોગ સામે રક્ષણ આપશે, રસીનું  મહત્વ સમજાવામાં આવ્યું , તેની આડ અસર વિષે માહિતી આપવામાં આવી, અને જો રસીકરણ કરવામાં ન આવે તો બાળકને શું ગેરલાભ થશે તે વિશે ખુબ ગંભીરતાથી સમજાવામાં આવ્યું. બાદમાં પરિવારને વાત સમજાઈ તેની ગેરમાન્યતા દુર થઈ અને બાળકને  મીઝલ્સ રૂબેલા, ડી.પી.ટી, ઓ.પી.વી અને વીટામીન-સીરપ આપવામાં આવ્યું હતું. 

 

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા બાળકનું રસીકરણ કરવામાં આવતા માતાપિતા અને વાડી માલિક દ્વારા જીલ્લા આર.સી.એચ.ઓ અને આરોગ્યની SBCC ટીમનો    જામનગર જીલ્લા ની માહિતિ કચેરીના પારૂલ કાનગળ   અને જલકૃતિ દ્વારા  આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

૦૦૦૦૦૦

BGB

JOURNALIST

JAMNAGAR

8758659878

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button