MORBI:મોરબી માં સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાને સમસ્યા મુક્ત કરો

MORBI:મોરબી માં સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાને સમસ્યા મુક્ત કરો
સ્વચ્છતા એ જ સેવા ના ભાગરૂપે મોટાભાગના રાજકીય નેતાઓ શાસન પક્ષના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે વાસ્તવિકતા મોરબીની એમ કહે છે કે સ્વચ્છતા ના અભાવે ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ છાશવારે ભૂગર્ભ ગટર ચોકઅપ થવી તંત્રના વાંકે આયોજનના અભાવ અંતર્ગત મતદાર પ્રજા પરેશાન નગરપાલિકા એ ગ્રેડ પાલિકા નું સ્થાન ભૂતકાળમાં મળ્યું તે પણ શોભાના ગાંઠિયા સમાન પાલિકાના વહીવટદાર ની કૃપાથી બન્યું હોય તેમ સમગ્ર મોરબીમાં સતત ગંદકી કચરાના ગંજ રખડતા ઢોર ના કારણે સ્વચ્છતા નો સતત અભાવ છતાં સૌરાષ્ટ્રનું પેરિસ ઉદ્યોગ નગરી એવા મોરબીમાં રાજકીય નેતાઓ એક અધિકાર પાલિકાની ચેમ્બરમાં બેસીને લોકોની ફરિયાદ સાંભળવાના નાટક કરી સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી પોતાની નેતાગીરી ની ખુદ વાહ વાહ મેળવી રહ્યા છે ત્યારે મોરબી શહેર માં પાયાની પ્રાથમિક સુવિધા ની સાથે લોકો સમસ્યા મુક્ત બને એ કાર્યમાં ભાજપ શાસન ધારાસભ્ય સતત નિષ્ફળ નિવડિયા હોય તેમ આજની તારીખે ગટરના વહેતા ગંદા પાણીના નિકાલ નો અભાવ હોય તેમ અવારનવાર રખબારો ના સમાચાર બને છે જાહેર માર્ગો પર રખડતા ઢોર અંગે રાજ્ય સરકાર ને કોર્ટે ટકોર કર્યા છતાં પણ
સમસ્યા મુક્ત મતદાર પ્રજાને કરવામાં ઢોર જેવી નેતાગીરી મોરબીમાં ઢોરની સાબિતી પુરી પાડતી હોય તેમ સમસ્યાનો ભોગ બનતી મતદાર પ્રજા પણ ઢોળ જેમ ફરિયાદ રજૂઆત કરી કરીને થાકી ગઈ છે તંત્રની નિષ્ક્રિયતા અને નબળી નેતાગીરીને લીધે મોરબીના મુખ્ય માર્ગો પર ગંદા ગટરના વહેતા પાણી તલાવડા ની માફક ફરી પડ્યા છે જે વિકાસની વાતો અને સ્વચ્છતા ની સસ્તી પ્રસિદ્ધિ મેળવતી નેતાગીરી મોરબીમાં કેવી? અને કેટલી!? તે તસવીર નબળી નેતાગીરી નિષ્ક્રિય રહેલા અધિકારી પ્રજા ચિંતક ની છબી મોરબીના જાહેર માર્ગો પર વહેતા ગંદા પાણીની થી તસવીરમાં દ્રશ્યમાન થાય છે