મોરબીમાં વિકાસનું માવઠું રોડ રસ્તા તોડી નાખ્યા! વાહન ચાલકો પરેશાન: તંત્રના પેટનું પાણી પણ હલતું નથી!!!

મોરબીમાં વિકાસનું માવઠું રોડ રસ્તા તોડી નાખ્યા! વાહન ચાલકો પરેશાન: તંત્રના પેટનું પાણી પણ હલતું નથી!!!*

મોરબી જિલ્લા પંથકમાં વિકાસ માત્ર કાગળ પર થતો હોય તેમ છાસવારે સમસ્યા મતદાર પ્રજા માટે સિર દર્દ સમા બની છે મોરબી ના જુના બસ પાસે આવેલા પેટ્રોલ પંપ ના ચાર રસ્તામાં જ્યાં સતત વાહનોની અવરજવર રહી છે ત્યાં મુખ્ય માર્ગ પર જોખમી ભૂગર્ભ ગટર ના ખાડામાં તારીખ 5 5 2023 ના રોજ સીએનજી રીક્ષા ખાડામાં ખાબકી હતી ત્યાં ફરી આજે તારીખ 6 5 2023 ના રોજ મારુતિ સુઝીકી કંપનીની s ક્રોસ ફોરવીલ તે ખાડામાં ખાબકી છે જેથી સ્થાનિક લોકોએ ફરી કોઈ વાહન ચાલકો આ ખાડા નો ભોગ ન બને તેવા હેતુસર ઝંડો સાથે ડંડો લગાડી તંત્રની નિષ્ક્રિયતાની નિશાની પૂરી પાડે છે નોંધનીય છે કે વિધાનસભા 2022માં સતા પ્રાપ્ત કરવા માટે રાજકીય નેતાઓ પ્રજાના પ્રશ્નોને તત્કાલ નિરાકરણ લાવવાના દિલાસા આપ્યા હતા જે દિલાસાને 100 દિવસથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં એક પણ સમસ્યાનો અંત લાવવામાં રાજકીય નેતાઓ સફળ ના રહ્યા હોય તેમ મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં મોરબી નગરપાલિકા સુપર સીડ થઈ છતાં વહીવટદાર દ્વારા પ્રજા ચિંતન કામગીરીમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ નિષ્ફળ રહ્યા હોય તેમ સમસ્યાઓ મતદાર પ્રજા માટે ભરોસાની ભાજપ સરકારના શાસનકાળમાં આત્મા નિર્ભર થવું કઠિન બન્યું હોય તેમ મતદાર પ્રજા મહેસુસ કરી રહી છે










