GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસમાં ઉપપ્રમુખ-મહામંત્રી સહિત હોદેદારોની નિમણુંક કરાઈ

MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસમાં ઉપપ્રમુખ-મહામંત્રી સહિત હોદેદારોની નિમણુંક કરાઈ

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાની વિશેષ ઉપસ્થિતમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા પરામર્શ કરી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, મહામંત્રી અને સંગઠન મંત્રીની જવાબદારી વિવિધ આગેવાનોને નિમણુંક કરવામાં આવી હતી.

જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે ભુપતભાઈ મોહનભાઈ સાબરીયા, રઘુભાઈ નરસિંહભાઈ કણજારીયા, રાજેન્દ્રસિંહ ધીરુભા ઝાલા, અશોકભાઈ ચકુભાઈ સંઘાણી, રૂસ્તમભાઈ હુસેનભાઈ ચૌધરી, મનસુખભાઈ નરશીભાઈ સરાવાડીયા, જટુભા નવુભા ઝાલા, રાધવજીભાઈ ખોડાભાઈ દલવાડી, વિજયભાઈ જીલુભાઈ મયર, ગુલામ અમીભાઈ પરાસરા, નાથાભાઈ મનજીભાઈ ગોરીયા, યુનુશભાઈ જીવાભાઈ શેરસીયાની નિમણુંક કરાઈ છે. જ્યારે મહામંત્રી તરીકે નિમેષભાઈ ધનજીભાઈ ગાંભવા, જયેશભાઈ શાંતિલાલ કાલરીયા, સતિષભાઈ ભાણજીભાઈ મેરજા, દેવજીભાઈ હરખાભાઈ પરેચા, અમુભાઈ રાણાભાઇ હુંબલ, નયનભાઈ લાલજીભાઈ અઘારા, જીલુભાઈ આયદાનભાઈ ડાંગર, દિનેશભાઈ ભલાભાઇ શેરસીયા, ભુપેન્દ્રભાઈ દામજીભાઈ ગોધાણી, શૈલેષભાઈ શાંતિલાલ સંઘાણી, દિલીપભાઈ મહાદેવભાઇ સરડવાની નિમણુંક કરવામાં આવી છે.

જ્યારે મંત્રી તરીકે મુળુભાઈ કાળુભાઈ કુંભારવાડીયા, રાજેશભાઈ કલ્યાણજીભાઈ ચૌહાણ, નલીન બચુભાઈ પડસુંબીયા, ઉમર અલીયાસ જડા, સુરેશભાઈ અમરશીભાઈ કોઠીયા, કાનજીભાઈ લખમણભાઇ નકુમ, ધીરજલાલ પોપટભાઈ દલવાડી, સતીશભાઈ શામજીભાઈ આદ્રોજા, કાંતિલાલ અમરશીભાઈ સવસાણી, ખજાનચી તરીકે ભાવેશ સુંદરજીભાઈ ફેફર, કારોબારી સભ્ય તરીકે વિઠ્ઠલભાઈ છગનભાઈ સોરીયા, રેવાલાલ કેશવજીભાઈ પરેચા, જુમાભાઈ સુલેમાનભાઈ સુમરા, ધનજીભાઈ દેવજીભાઈ સરડવા, છગનભાઈ લક્ષ્મણભાઈ સરડવા, લખમણભાઈ ભગવાનજીભાઈ કાવર, પરેશભાઈ શેરસીયા, જીતેન્દ્રભાઈ પરસોત્તમભાઈ ઠોરીયા, અમિતભાઈ ગોવિંદભાઈ બોખાણી, અમરશીભાઈ માવજીભાઈ ભાડજા, હરેશભાઈ પ્રભુભાઈ ચાડમીયા, વિનુભાઈ મહાદેવભાઈ કૈલા, ચિરાગભાઈ મહેશભાઈ રાચ્છ, ધનજીભાઈ કેશવજીભાઈ છત્રોલા, વિનોદભાઈ હીરાભાઈ ડાંગર, ભરતભાઈ છગનભાઈ વ્યાસ, જયંતિભાઈ નાનજીભાઈ ઠોરીયાની નિમણુંક કરવામાં આવી છે.

આ તકે મોરબી જિલ્લાના કોંગ્રેસના વિવિધ આગેવાનો-કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અને કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને શુભકામના આપી સંગઠન મજબૂત બનશે અને જન જન સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડી અને લોક ઉપયોગી કાર્યો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button