MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા કલેકટર હજુ પણ જો નહીં જાગે તો તેમના વિરુદ્ધ દેશની વડી અદાલતમાં કાર્યવાહી થશે !!!

MORBI:મચ્છુ નદીમાં પટમાં બાંધકામ શું મોરબી વાસીઓને મોતના મુખમાં ધકેલવા માટે થઈ રહયું છે.?

મોરબી જિલ્લા કલેકટર હજુ પણ જો નહીં જાગે તો તેમના વિરુદ્ધ દેશની વડી અદાલતમાં કાર્યવાહી થશે

MORBI:મચ્છુ નદીમાં પટમાં બાંધકામ શું મોરબી વાસીઓને મોતના મુખમાં ધકેલવા માટે થઈ રહયું છે.?

મોરબી શહેર જેમ વિકસિત બની રહ્યું છે તેમ અધોગતિ તરફ પણ જઈ રહ્યું છે, શહેરમાં મન ફાવે ત્યાં ગેરકાયદેસર બાંધકામો , મન મરજી મુજબની બહુમાળી ઇમારતો નું બાંધકામ થઈ રહ્યું છે. થોડા વર્ષો પહેલા મચ્છુ-૨ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા આશરે 20 જેટલા દરવાજા ખોલવામાં આવેલ જેના કારણે દરબારગઢ ની નજીક આવેલ નીચામાં વિસ્તારોમાં મચ્છુ નદીનું પાણી ઘૂસી ગયેલ તેમ છતાં કેટલાય સમયથી મચ્છુ નદી પર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે જેને ધ્યાને લઈ મોરબી શહેરના જાગૃત નાગરિક કે.ડી.પંચાસરા, દિલિપભાઈ અગેચાણીયા (પ્રમુખ વકીલ એશોસીયેશન – મોરબી), નરેન્દ્ર પરમાર (પ્રમુખશ્રી વિકટીમ ઝુલતાપુલ દુર્ઘટના), ભરતભાઈ પટેલ દ્વારા કલેકટર ને લેખિતમાં રજૂઆત‌ કરી કે ભુતકાળમાં સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડ, વડોદરામાં હરણી તળાવ કાંડ, મોરબી ઝુલતાપુલ કાંડ અને હાલ રાજકોટમાં TRP GAME ZONE અગ્નિ કાંડની રાખ હજુ ટાઢી પડી નથી ત્યાં મોરબીની મચ્છુ નદીના પટમાં મોરબી વાસીઓના મોતનો સામાન ખડકાઈ રહયો છે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મોરબીના સામાન્ય લોકો પુલ ઉપરથી આવતા જતાં પણ જોઈ શકે છે કે જે જગ્યાએ ભુલ ન શકાય એવા ઝુલતાપુલ દુર્ઘટનામાં ૧૩૮ થી વધુ નીર્દોષ બાળકો અને મહિલાઓને મોત થયા તે જ જગ્યાએ નદીના પટમાં આર.સી.સી. નું પાકું બાંધકામ થઈ રહયું છે. જેના થકી નદીની પહોળાઈ પહેલા કરતાં ઘટીને અડધી થઈ ગઈ છે.

૨૦૧૯ માં ઉપરવાસમાં વધુ વરસાદથી મચ્છુ ડેમના તમામ પાટીયા (દરવાજા) ખોલવાની સ્થિીતી સર્જાઈ હતી. ત્યારે મોરબી પાડાપુલ નીચે નાલામાં આંબલીનું વૃક્ષ ફસાઈ જવાથી પાણીની સપાટી જોઈ મોરબી વાસીના ઘડીભર માટે શ્વાસ થંભી ગયા હતાં જયારે આ બાંધકામથી નદીની પહોળાઈ ઘટીને અડધી થઈ ગઈ છે અને હવામાન વિભાગ તથા આગાહીકારોના મત મુજબ આવનાર ચોમાસામાં અતી ભારે વરસાદની શકયતાઓ સેવાઈ રહી છે. જેથી દબાણના કારણે મોરબીમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જવાની શક્યતાઓ છે. જેનાથી ખુબ જ મોટી જાનહાનીની દુર્ઘટના ઘટીશકે છે.

ઝુલતાપુલ કાંડમાં પણ તંત્ર દ્રારા હાથ અધ્ધર કરી દેવાયા હતાં. આ અરજી આગમચેતી માટે છે. અમારી રજુઆતનું સ્થળ કલેકટર કચેરીથી આશરે ૧૪૦૦ મીટર હોવાથી ફોટા રજુ કરેલ નથી. નામદાર સુપ્રીમ કોર્ટે પણ મંદિર-મસ્જિદ કે ધાર્મીક સ્થળોની આડમાં થઈ રહેલા ગેરકાયદેસર દબાણ બાબતે ખુબ જ આકરી ટીકા કરી છે.

દર દુર્ઘટના પછી લોકો કેન્ડલમાર્ચ, તંત્ર સહાય અને સહાનુભુતીથી પોતાના પરીવારના સભ્યોને ગુમાવનાર પીડીતને સ્વજન પાછુ મળતું નથી અને તંત્ર અજાણ હોવાનું રાગ આલાપે છે. હાલમાં જ બની ચુકેલ ટીઆરપી ગેમ્સ ઝોન અગ્નિકાંડ માં મૃતકોની ઓળખપણ ડીએનએ થકી કરવી પડી તથા તે રાખ ઠરી નથી ત્યાં ફરી મોરબીમાં મચ્છુહોનારત ઘટનાનું પુનરાવર્તન થવાની સંભાવના છે.

માટે મોરબી પ્રશાસન દ્વારા તાત્કાલીક ગંભીરતા દાખવી યોગ્ય પગલા લઈ નદીમાં ચાલી રહેલા બાંધકામને તાત્કાલીક અસરથી તોડી પાડવામાં આવે અન્યથા તંત્ર પાસે શંકરાચાર્યનો સંજીવની મંત્ર છે જેથી નીર્દોષ મરણ જનારને ફરી સજીવન કરશે તેવી ખાત્રી સાથે યોગ્ય કરવામાં આવે એવી અમારી વિનંતી છે.

આ અરજી સંદર્ભે આપના દ્રારા કોઇ કસુર કરવામાં આવશે તો મોરબી વાસીઓ દ્રારા ઝુલતા પુલના મૃતક પરીવારો દ્વારા, મોરબી વકીલ મંડળ દ્વારા સામાજીક આગેવાન દ્રારા તથા તમામ સંસ્થાઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે તથા દેશની વડી અદાલતમાં આપની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે

[wptube id="1252022"]
Back to top button