HALOLPANCHMAHAL

હાલોલ- ગોધરા રોડ પર આવેલ એમ. & વી. આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે કોલેજના એન.એસ.એસ.યુનિટના ઉપક્રમે “વ્યસન મુક્તિ” કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૧.૯.૨૦૨૩

હાલોલ ગોધરા રોડ પર આવેલ એમ. & વી. આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે કોલેજના એન.એસ.એસ.યુનિટના ઉપક્રમે “વ્યસન મુક્તિ” અને નવા સ્વયંસેવકો માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો.જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકનાં પી.એસ.આઇ.સેવાળે સાહેબ દ્વારા સ્વયંસેવકોને વ્યસન મુક્તિ માટે સલાહ સૂચનો આપ્યા હતા.અને વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યશવંત શર્માએ પ્રાસંગિક પ્રવચનમાં એન.એસ.એસ.વિશે માહિતી આપી હતી. પ્રોગ્રામ ઓફિસર ડો. જયેશ વાઘેલાએ પણ એન.એસ.એસ.ની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.પ્રોગ્રામ ઓફિસર ડૉ. સંજય જોશીએ કોલેજના સ્વયંસેવકોને રાષ્ટ્રીય યોજના અંતર્ગત થતી પ્રવૃત્તિઓ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. છેલ્લે પ્રા.વિઠ્ઠલભાઈ ભાલોડીયાએ આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે હાલોલ ટાઉન પોલીસ મથકનાં પી.એસ.આઇ. સેવાળે સાહેબ,કોલેજના આચાર્ય યશવંત શર્મા,હાલોલ અગ્રેજી માધ્યમ નાં આચાર્ય રજનીકાંત ધમલ સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button