
Halvad:હળવદના માથક ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વિશાલ જયસ્વાલ હળવદ
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે માથક ગામે રાજુભાઇ રણછોડભાઇ સદાણીયા પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જેથી મળેલ બાતમીને આધારે હળવદ પોલીસ ટીમ દ્વારા રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ૯ બોટલ મળી આવેલ હતી. જયારે દરોડા દરમિયાન આરોપી રાજુભાઇ રણછોડભાઇ સદાણીયા રહે. માથક તા.હળવદવાળો હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી હળવદ પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
[wptube id="1252022"]








