
મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પ્રતિભાવો વર્ણવ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં વિસાવદર તાલુકાના મોટા હડમતિયા ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચતા ગ્રામજનોએ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકાર યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
શાળાનાં વિદ્યાર્થિઓ દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્વને ઉજાગર કરતું ‘ધરતી કહે પુકાર કે’ લઘુ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રધાનમંત્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મ સૌ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત ચિકીત્સા શિબીરમાં ગ્રામજનોએ પોતાનાં સ્વાસ્થ્યનું નિદાન કરાવી લાભ લીધો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઇ કોટડીયા, જિલ્લા પંચાયતનાં સદસ્ય વિપૂલભાઇ કાવાણી, તાલુકા પંચાયતનાં સદસ્ય, અગ્રણી સોમાતભાઇ સરસીયા, મિશન મંગલમ યોજનાનાં કો-ઓર્ડીનેટર નંદુબેન નંદાણિયા,સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી કાનગડ તારાબેન, વાસ્મો યોજનાનાં નોડલ નાયબ મેનેજર શૈલેષ પંડીત મોટા હડમતિયાનાં સરપંચ, ગ્રામ પંચાયતનાં હોદેદારઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





