તા.૧૯/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સૌરાષ્ટ્ર પ્રદેશ (ઝોન) કક્ષાની ઉમંગ ઉત્સવ સ્પર્ધા ૨૬મી ઓક્ટોબરે રાજકોટ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર શાળા-કોલેજના કલાકાર ભાઈઓ-બહેનોને સ્પર્ધામાં સમયસર હાજર રહેવા જણાવાયું છે.
૨૬મી ઓક્ટોબરે હેમુ ગઢવી હોલના મુખ્ય સ્ટેજમાં સવારે ૧૧.૩૦ કલાકથી લોકનૃત્ય સ્પર્ધા, સમૂહ ગીત તથા એકાંકીની સ્પર્ધા ક્રમશઃ યોજાશે. જ્યારે હેમુ ગઢવી હોલના મિનિ થિયેટરમાં સવારે ૧૧.૩૦ કલાકથી દોહા-છંદ-ચોપાઈ, વક્તૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, લોકવાર્તાની સ્પર્ધાઓ ક્રમશઃ યોજાશે.
વક્તૃત્વ સ્પર્ધાના વિષય તા.૨૫મી ઓક્ટોબરે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ શહેર તથા હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટના નોટિસબોર્ડ પરથી બપોરે ૧૧.૩૦ કલાકે મેળવી લેવાના રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશ દિહોરાની યાદીમાં જણાવાયું છે.








