HALOLPANCHMAHAL

હાલોલ:શ્રી મહારાણા પ્રતાપજીની 483 મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ.

તા.૨૨.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

સમગ્ર દેશભરમાં આજે રાજપૂત વીર યોદ્ધા ક્ષત્રિય વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની 483 મી જન્મ જયંતીની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી.જેને લઇ હાલોલ નગર ખાતે પણ શ્રી સમસ્ત હાલોલ તાલુકા ક્ષત્રિય સમાજ તેમજ મહાકાલ સેના દ્વારા શ્રી મહારાણા પ્રતાપજીની 483 મી જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા,પુષ્પાંજલિ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં હાલોલ બસ સ્ટેન્ડ ખાતેથી શોભાયાત્રા નીકળી હતી અને પાવાગઢ રોડ પર આવેલ મહારાણા પ્રતાપચોક ખાતે પહોંચી શ્રી મહારાણા પ્રતાપસિંહજી ની પ્રતિમાને ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે હાલોલ તાલુકા ક્ષત્રિય યુવા પ્રમુખ અને મહાકાલ સેનાના પ્રમુખ જીતુસિંહ રાઠોડ તેમજ શ્રી સમસ્ત હાલોલ ક્ષત્રિય સમાજ અને મહાકાલ સેના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને હિંદવા સુરજ ક્ષત્રિય વીર શિરોમણી સમ્રાટ શ્રી મહારાણા પ્રતાપજીને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button