KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ સહિત વિવિધ પો.સ્ટે ના ગુનામાં ૯ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ના હાથે ઝડપાયો

તારીખ ૦૯/૦૭/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લા પેરોલ ફર્લો સ્કોડ પોલીસ અને ટીમના માણસો સાથે કાલોલ પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશન સહિત પાંચ પોલીસ સ્ટેશનમાં જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલ આરોપી કલસીંગ સુરસીંગ બારીયા છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો હતો.આ આરોપીની ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સ આધારીત તપાસ દરમ્યાન આ આરોપી પોતાના ઘરે બારીયા તાલુકાના માંડવા ગામે હોવાની ચોક્કસ બાતમી ની માહિતી મળી હતી.જેથી પેરોલ ફર્લો ટીમના માણસો ઉપરોક્ત આરોપીના ઘરે માંડવા ગામે જઇ આરોપીને ઝડપી લીધો હતો ઉપરોક્ત પકડાયેલ આરોપી કાલોલ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો હોવાથી વધુ તપાસ માટે કાલોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

[wptube id="1252022"]









